ગુજરાતમાં બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાના કિસ્સા સામે આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં ઇચ્છિત પરિણામ ના આવતા આપઘાતના મામલા વધતા વાલીઓ સહિત શિક્ષણ વિભાગ પણ ચિંતિત થયો હતો. વિદ્યાર્થીઓમાં અભ્યાસને લઈને વધતો તણાવ ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. સરકારનો આ નિર્ણય હાલમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવ્યો છે.


[[$googlead]]

એક દિવસ બેગલેસ

જે અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં હવેથી દર શનિવારે બાળકો બેગ લીધા વગર જશે. એટલે કે રાજ્યસરકારે ભાર વગરનું ભણતરના પ્રયાસ હેઠળ એક દિવસ બેગલેસનો નિયમ લાવ્યો છે. વડોદરામાં વાલીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. સરકારના એક દિવસ બેગલેસના નિર્ણયને લઈને વાલી મંડળ પ્રમુખ દિપક પાલકરનું નિવેદન સામે આવ્યું છે. દિપક પાલકરે જણાવ્યું કે આ નિર્ણયથી વાલીઓને મોટી રાહત થઈ છે.

[[$alsoread]]

બાળકોમાં દરરોજ વધુ વજન ઉંચકીને જાય છે

વધુમાં તેમણે કહ્યું કે શાળાની બેગનું વજન 10 થી12 કિલો જેટલુ હોય છે. આજે અભ્યાસક્રમમાં એક જ વિષયમમાં જુદા-જુદા પુસ્તક હોવાના કારણે વિદ્યાર્થીઓ ફરજીયાતપણે તે બેગમાં સાથે લઈ જાય છે. વિદ્યાર્થીઓની બેગમાં અભ્યાસના પુસ્તકો ઉપરાંત જ્યારે ડ્રોઈંગ તેમજ આર્ટ એન્ડ ક્રાફટનો વિષય હોય તે દિવસે તેના સંબંધિત વધારાની સામગ્રી અને દરરોજ ટિફીનની સાથે પાણીની બોટલ તો હોય છે. આમ, વિદ્યાર્થીઓ તેમની બેગમાં અંદાજે 10 થી 12 કિલો અથવા તેના કરતાં પણ વધુ વજન ઉંચકીને શાળાએ જાય છે.

સરકારના નિર્ણયને વાલીઓએ આવકાર્યો

આટલું બધું વજન રોજ તેમની પીઠ પર હોવાના કારણે કયારેક વિદ્યાર્થીઓને બેકપેઈન અથવા મસલ્સ ખેંચાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યા તેમના અભ્યાસમાં અવરોધરૂપ પણ બને છે. આમ, બેગનું વધુ વજન બાળકોના અભ્યાસમાં સમસ્યા ઉત્પન્ન કરવા સાથે શારીરિક રીતે પણ પરેશાન કરે છે. વાલીઓએ પણ સરકારના એક દિવસ બેગલેસના નિર્ણયને આવકારતા કહ્યું કે બાળકો એક દિવસ અન્ય પ્રવૃત્તિ કરતાં તેઓ અભ્યાસના માનસિક દબાણથી મુકત થશે.

  • Follow us on: