ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના જામનગર, ભાવનગર, વડોદરા અને મહુવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેનાથી ખેતરોમાં તૈયાર થયેલા પાક પલળી ગયા છે. તેથી ખેડૂતોની આર્થિક હાલત કફોડી બની શકે છે.


[[$googlead]]

વડોદરાના ડભોઈ પંથકમાં કમોસમી વરસાદ

ડભોઈ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે અને કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે, વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે, વડોદરાના અલગ અલગ વિસ્તારમાં માવઠું પડયું છે અને કેટલાક વિસ્તારમાં ધીમીધારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વાડી, અકોટા સહિત વિસ્તારમાં વરસાદ છે.


[[$alsoread]]

  • Follow us on: