વડોદરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. તંત્રની આ કામગીરી સામે રોડ વેન્ડરમાં નારાજગી જોવા મળી. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા વ્હાલાદવાલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. શહેરમાં રખડતા ઢોર અને અકસ્માતની સમસ્યાને લઈને તંત્ર દ્વારા રોડ પર લારી-ગલ્લાં હટાવવામાં આવી રહ્યા છે. દબાણ હટાવવાની આ કામગીરીને લઈને લારી-ગલ્લા ધારકોએ વિરોધ નોંધાવ્યા છે.
લારી-ગલ્લા ધારકોએ પાલિકા ખાતે મોરચો માંડયો
તંત્રની કામગીરીને લઈને અને પોતાની સમસ્યાને લઈને લારી-ગલ્લા ધારકોએ આજે પાલિકા ખાતે હોબાળો કર્યો. પાલિકાના સરવેમાં 11,000 થી વધુ લારી ગલ્લા ધારક હોવાનું સામે આવ્યા બાદ વધારા વેપારીઓને દૂર કરવામાં આવી રહ્યા છે. તંત્રની દબાણ હટાવવાની કામગીરી સામે વેપારીઓએ વિરોધ નોંધાવતા સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી તાત્કાલિક અમલમાં મૂકવા માગ કરી. પાલિકા ખાતે વોર્ડ નંબર 17ના લારી ગલ્લા ધારકોએ પાલિકા ખાતે મોરચો માંડયો. આ લોકોએ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014નું ઉલ્લંઘન કરાયું હોવાનો આક્ષેપ કર્યો.
પાલિકાની કામગીરી સામે વેપારીઓમાં રોષ
નોંધનીય છે કે પાલિકાના પ્રાથમિક સર્વેમાં 11,000 થી વધુ લારી ગલ્લા હયાત હોવાને સામે આવ્યું હતું. જેના બાદ તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. લારી-ગલ્લા ધારકો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. વેપારીઓએ રજૂઆત કરી કે 2014ના અધિનિયમની જોગવાઈઓ મુજબ તાત્કાલિક ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવામાં આવે. તંત્રના બેવડા વલણથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો. એક બાજુ લાભ ખાટવા લારી ધારકોને સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આપે છે અને બીજી બાજુ પાલિકા દબાણના નામ પર કામગીરી કરી કાતર ચલાવે છે.









