વડોદરામાં પોલીસ પ્રશાસને મહત્વની કામગીરી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં છેડતી, દારૂની હેરાફેરી, ડ્રગનું વેચાણ, ચોરી, નશો કરી બેફામ વાહન હંકારવા જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. શહેરભરમાંથી ગેરકાયદે પ્રવૃત્તિમાં વધારો થતા સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અભિયાન હાથ ધરાયું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
મોડી રાત્રે પોલીસે હાથ ધર્યું ચેકિંગ
શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પોલીસ પ્રશાસન સતર્ક થયું છે. એડિશનલ પોલીસ કમિશનર ચેકિંગમાં જોડાયા .નવલખી મેદાન ખાતે એડિશનલ પોલીસ કમિશનર ડો.લીના પાટીલના અધ્યક્ષ સ્થાને ચેકિંગ હાથ ધરાયું. ડીસીપી ઝોન-2 મનજીતા વનજારાના તમામ પોલીસ સ્ટેશનોના પી.આઈ. સહિતનો કાફલો પેટ્રોલિંગમાં જોડાયો. મોડી રાત્રે પોતાના કામને લઈને નીકળતા સુરક્ષિતતાનો અનુભવ કરે માટે પોલીસ એકશન મોડમાં આવી. અવાવરૂ જગ્યાઓ પર મોડી રાત્રે પોલીસે હાથ ધર્યું ચેકિંગ.
નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા
પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી વધતી ગેરકાયદે પ્રવૃત્તિ પર લગામ કસવાનો પ્રયાસ કરાયો છે. શહેરમાં અસમાજિક તત્વો દ્વારા કરાતી લુખ્ખાગીરીના કારણે નિર્દોષ પ્રજા ભય અનુભવે છે. આવા બની બેઠેલા લુખાતત્વોની દાદાગીરી રોકવા પોલીસ અચાનક ચેકિંગ કર્યું. મોડી રાત્રે હાથ ધરેલ પોલીસના ચેકિંગમાં દારૂ પીધેલી હાલતમાં બે લોકોને ઝડપી પાડ્યા. દારૂડિયાને ઝડપીને પ્રોહીબિશનના કેસ નોંધવામાં આવ્યો.









