વડોદરામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તરસાલી વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં કાંકરીચાળો થયો છે, ગણેશ મહોત્સવમાં આરતી બાદ થયો કાંકરીચાળો અને દિવાળીપુરા સ્લમ ક્વોટર્સમાં ટીખળખોરોની કરતૂત સામે આવી છે, તાત્કાલિક પોલીસે બંદોબસ્ત ગોઠવી હાથ ધરી તપાસ અને પોલીસે ફલેટના ધાબા સહિત જગ્યાએ કર્યું નિરીક્ષણ.
માફિયા ગેંગ નામથી ઓળખાતા ગ્રુપના એક પછી એક આરોપીઓની ધરપકડ કરી હતી
વડોદરામાં ગણેશોત્સવ પૂર્વે પાણીગેટમાં શ્રીજીની આગમન યાત્રામાં મૂર્તિ પર ઇંડું ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં માફિયા ગેંગ નામથી ઓળખાતા ગ્રુપના એક પછી એક આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગેંગના મહત્વના ગણાતા ત્રણ શખ્સોને પોલીસે રાજસ્થાનના અજમેરથી દબોચી લીધા હતા. જે બાદ ત્રણેય આરોપી જુનેદ, સમીર અને અસનને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી વડોદરા લાવવામાં આવ્યા હતા.









