વડોદરાના શિનોર તાલુકામાં વરસાદ ખાબકયો છે, પાંચ દિવસના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, અવાખલ, અચીસરા, સાધલીમાં વરસાદ ખાબકયો છે, અવાખલના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, શિનોર તાલુકામાં અત્યાર સુધી 13 ઈંચ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ
સૌથી વધુ દાંતીવાડમાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો, પાલનપુરમાં 4.6 ઇંચ,ડીસામાં 3.7 ઇંચ વરસાદ, ઉમરાળામાં 2.9 ઇંચ,પાલીતાણાં 2.8 ઇંચ વરસાદ, વડગામમાં 2.5 ઇંચ,ઉનામાં 2.2 ઇંચ વરસાદ, ધ્રાંગધ્રામાં 2,કપરાડામાં 1.8 ઇંચ વરસાદ, ગઢડામાં 1.8 ઇંચ,બાબરામાં 1.7 ઇંચ વરસાદ, વલ્લભીપુરમાં 1.6 ઇંચ,બરવાળામાં 1.3 ઇંચ વરસાદ, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં 1-1 ઇંચ વરસાદ, માળીયા હાટીના અને ઉમરપાડામાં 1-1 ઇંચ વરસાદ.









