વડોદરાના બાજવામાં વરસાદી પાણી ભરાયા છે, બાજવા-છાણી જતા માર્ગ પર પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, બાજવા બજારમાં પણ પાણી ભરાતા હાલાકી સ્થાનિકોને પડી રહી છે.


[[$googlead]]

વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદથી હાલાકી

વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદથી હાલાકી સ્થાનિકોને પડી રહી છે, બે કલાકમાં 1 ઇંચ વરસાદથી રસ્તા પાણી પાણી થયા છે અને સાધલી-શિનોર-માલસર રોડ પર પાણી ભરાયા છે, પાણી ભરાવાથી વાહનચાલકો થયા હેરાન અને પાણી ભરાતા શિનોર રેલવે ગરનાળું બંધ થયું છે.

[[$alsoread]]

વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ

વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે, વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો છે, માડોધર રોડ પર વરસાદી પાણી ભરાયા છે અને પરિશ્રમ સોસાયટી રોડ પર પણ પાણી ભરાયા છે.

  • Follow us on: