વડોદરામાં આ વર્ષે ચોમાસાની સિઝનનો સારો વરસાદ રહ્યો. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા જોવા મળી છે. હાલમાં વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીનો નિકાલ થયો નથી. વરસાદી પાણીનો નિકાલ ના થતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એકબાજુ વરસાદી પાણી અને બીજી રસ્તા પર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મૂકાયા.


[[$googlead]]

કરોળિયા વિસ્તારમાં ગટરના પાણીથી ત્રસ્ત લોકો

વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ પણ રસ્તા પરના ગટરના પાણી દૂર ના થયા. શહેરના કરોળિયા વિસ્તારના રહીશો ગટરના પાણીને લઈને રસ્તા પર ઉતર્યા. કરોળિયા રોડ પર આવેલ ત્રણ સોસાયટીના રહીશોએ રોડ પર ઉતરી સમસ્યાને લઈને વિરોધ નોંધાવ્યો. શિવ શક્તિ સોસાયટી, વૃંદાવન સોસાયટી અને ગાયત્રી સોસાયટી એમ 3 સોસાયટીના રહીશોએ ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આ ત્રણેય સોસાયટીના સ્થાનિકોએ કાદવ કિચડમાં બેસી અનોખો વિરોધ નોંધાવ્યો.

સ્થાનિકોએ વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર ઉગામ્યું

સ્થાનિકોનો આક્ષેપ છે કે ઘણા સમયથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે અને વરસાદી પાણી ભરાતા લોકોને રોજિંદા કાર્યોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને અનેક વખત આ વિસ્તારના જવાબદાર લોકોને રજૂઆત કરી છે. છતાં અહીં રોડ સહિતની કોઈપણ સુવિધા પૂરી નહીં પાડવામાં આવી નથી. તંત્રની નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. પ્રાથમિક સમસ્યાને લઈને આખરે શાસકો અને સત્તાધીશોને વારંવારની રજૂઆત બાદ પણ ના ફરકતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર ઉગામ્યું.

[[$alsoread]]


  • Follow us on: