વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારેથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ધમાકેદાર વરસાદના કારણે ટ્રાફિક જામ અને અવરજવર ખોરવાઈ ગઈ હતી.


[[$googlead]]

આજવા સરોવરની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે

વડોદરામાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરોવરમાં પાણીની આવક વધી છે અને તેની સપાટી 211.59 ફૂટે પહોંચી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ મોડ પર છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે હાલમાં વડોદરાના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે ખાતરી આપી છે કે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશનનું તંત્ર સંપૂર્ણપણે સક્ષમ છે.

[[$alsoread]]

  • Follow us on: