વડદોરામાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ થયો. શહેરમાં સારા વરસાદના કારણે નદીઓ અને જળાશયોના સ્તરમાં વધારો થયો. અત્યાર સુધીમાં વડદોરામાં સિઝનનો કુલ 40 ટકાથી વધુ વરસાદ નોંધાયો. વરસાદી સિઝનના ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી. જો કે હાલમાં વિશ્વામિત્રી નદી પાસે 7 ફૂટનો મગર બહાર આવ્યો. નદી પાસે મસમોટો મગર જોતા જ લોકોમાં ભગદડ મચી. તો કેટલાક લોકો કૂતુહલવશ આ મગરની જોવા ત્યાં ભેગા થયા.


[[$googlead]]

સ્થાનિકોએ તંત્રને જાણ કરી

ફતેગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પાસે 7 ફૂટનો મગર બહાર આવ્યાની ઘટનાની સ્થાનિકોએ તંત્રને જાણ કરી. ઘટનાની જાણ થતા કેનાઈન ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મગરને કાબૂમાં લઈને રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યું. નદીના નજીક હોવાને કારણે મગરને ફરીથી વિશ્વામિત્રી નદીમાં છોડી દેવાયો. જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીમાં હજ્જારોની સંખ્યામાં મગર છે. અને અનેક વખત ભારે વરસાદના કારણે આ મગર રહેણાંક વિસ્તાર સુધી પણ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.

[[$alsoread]]

શહેરમાં એકબાજુ કારેલીબાગના લોકો વરસાદી સિઝનમાં પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અને રોડ પરના ખાડા અને ગાબડાના લઈને એક જાગૃત નાગરિકે પાલિકામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે જાગૃત નાગરિક મુશ્કેલીમાં મૂકાયો. કોન્ટ્રાક્ટર દ્વારા નાગરિકને ધમકી આપવામાં આવી. વરસાદી સિઝનમાં વડોદરાવાસીઓ પાણી જેવી પાયાની સુવિધાને લઈને મુશ્કેલીઓ વેઠી રહ્યા છે જયારે તંત્ર દ્વારા આ બાબતે ઉદાસનીતા દાખવવામાં આવે છે.

  • Follow us on: