વડોદરામાં માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલના સ્ટાફે સગીરા સાથે અશ્લીલ હરકત કરતા ખળભળાટ મચી ગયો છે. દિવાળીના પર્વ માટે ખરીદી કરવા ગયેલી આ સગીરા જ્યારે વોશરુમમાં ગઇ ત્યારે તેની સાથે અશ્લિલ હરકત કરાઇ હોવાનું બહાર આવતાં માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.મોટા મોટા મોલમાં ચેન્જીંગ રુમમાં છુપા કેમેરા ગોઠવવાના બનાવો બહાર આવતા જ રહે છે.


[[$googlead]]

ઇવા મોલમાં સગીરા સાથે અશ્લિલ હરકત થઇ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા જાણીતા ઇવા મોલમાં સગીરા સાથે અશ્લિલ હરકત થઇ હતી. આ સગીરા ઇવા મોલમાં ખરીદી કરવા ગઇ હતી અને તે સમયે સ્ટાફ દ્વારા આ હરકત કરવામાં આવી હતીઆ સગીરા જ્યારે મોલના વોશ રુમમાં ગઇ ત્યારે સ્ટાફ દ્વારા તેની સાથે અશ્લીલ હરકતો કરવામાં આવતા સગીરા ડઘાઇ ગઇ હતી. તેણે તેના પરિવારને જાણ કરી હતી અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

[[$alsoread]]
  • Follow us on: