ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે ભારે વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે હવે વડોદરામાં ફરી વાર સ્માર્ટ મીટરનું ભૂત ધૂણ્યું છે. પાંચ મહિનાથી વીજ બિલ નહીં આવતા રોષ ફેલાયો છે.વક્રતુંડ સોસાયટીના રહીશોએ ઇન્દ્રપુરી સબ ડિવિઝન ઓફિસે વિરોધ કર્યો હતો. જવાબદાર અધિકારી નહી મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.


[[$googlead]]

સ્માર્ટ વીજ મીટરનો શરુઆતથી જ વિરોધ થઈ રહ્યો છે

વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો શરુઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. વક્રતુંડ સોસાયટીમાં 75 જેટલા સ્માર્ટ મીટર લાગ્યા છે. પાંચ મહિના બાદ વીજ બીલ 20 હજારની આસપાસ ફટકાર્યુ હોવાથી સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે, જો 25 કે 50,000 નું બિલ આવશે તો ઘર ચલાવીશું કે બિલ ભરીશું.ગૃહિણીઓએ પોતાના બજેટ ખોરવાશે તેવી દહેશત વ્યક્ત કરી છે. જેથી હપ્તા કરી આપવાની પણ માગ કરાઈ છે.

[[$alsoread]]


  • Follow us on: