ભાડાની દુકાનમાં કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ ચાલતું હતુ અને પ્રતિબંધિત કેમિકલને લઇ DRIએ તપાસ હાથ ધરી છે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે વલસાડ તાલુકાના પીઠા ગામ ખાતે એક કોમ્પ્લેક્સમાં દરોડા પાડયા છે, અને પ્રતિબંધિત કેમિકલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રોહીબીટેડ કેમિકલ ક્યાંથી આવ્યું કઈ કંપનીમાંથી લાવાયું એ અંગે DRIએ તપાસ હાથ ધરી
કેમિકલનો ઉપયોગ નેઇલપોલિશ બનાવવા માટે થતો હતો અને આ મામલે ચાર વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, DRIની ટીમે ખેરગામ-વલસાડ રોડ પર પીઠા ગામના એક કોમ્પ્લેક્સમાં કાર્યવાહી કરી છે, કોમ્પ્લેક્સના પહેલા માળે ત્રણ દુકાનો ભાડે રાખીને તેમાં નેઇલપોલિશમાં વપરાતા પ્રતિબંધિત કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ ચલાવવામાં આવતું હતું. કોમ્પ્લેક્સમાં ચાલતા પ્રોસેસ યુનિટ માટે NOC પણ લેવામાં આવી ન હતી અને પકડાયેલ પ્રતિબંધ પ્રોહીબીટેડ કેમિકલ ક્યાંથી આવ્યું કઈ કંપનીમાંથી લાવાયું એ અંગે DRIએ તપાસ હાથ ધરી.









