ઘણા સમયથી યુરિયા ખાતર અને એનપીકે ખાતરની અછત સર્જાઈ રહી છે, જેને લઈને ખેડૂતોની પડખે હવે કોંગ્રેસ આવી છે. આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ખાતરોની અછતને લઈને જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી છે.


[[$googlead]]

ઘણા સમયથી ખાતરની અછતને લઈને ખેડૂતોએ ના છૂટકે મોંઘાભાવે ખાનગી દુકાનોમાંથી ખાતર લેવાની ફરજ પડે છે.

સરકાર વિરોધી સુત્રોચાર કરી અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

[[$alsoread]]

જેને લઈને ખેડૂતોને આર્થિક ભારણ વધે છે. જેથી સમગ્ર મામલે હવે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવા ના પ્રયાસ હાથ ધરાયા છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી, સરકાર વિરોધી સુત્રોચાર કરી અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આગામી દિવસોમાં નિરાકરણ ના આવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે જણાવ્યું હતું.


  • Follow us on: