વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી. મધુબન ડેમની સપાટી 76.05 મીટરે પહોંચી. મધુબેન ડેમમાં પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા 1.50 મીટરે ખોલવામાં આવ્યા. ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણી છોડતા નદી કિનારા ગામોને એલર્ટ કરાયા.


[[$googlead]]

મધુબન ડેમમાં પાણીની આવક

જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક થઇ. મધુબન ડેમમાંથી દમણ ગંગાનદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવશે. જેને લઇ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના દમણગંગા નદી કિનારેના ગામોના લોકો એલર્ટ કરાયા. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારના લોકોને કિનારે ના જવા આપીલ કરાઈ છે.

[[$alsoread]]

ઉમરગામમાં પણ ઠેર-ઠેર પાણી

ધોધમાર વરસાદના કારણે વલસાડના બોર્ડર વિસ્તાર સહિત ઉમરગામમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા. ઉમરગામના કલ્પતરું અને પાવર હાઉસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. GIDC વિસ્તારમાં રસ્તા પર ભરાયા વરસાદી પાણી. ઠેર ઠેર રસ્તાઓ પર ભરાયેલા પાણીથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો મહામસુબીતે રસ્તો પાર કરી રહ્યા છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર રોડ પર ધોધમાર વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ.

  • Follow us on: