કોઝવેમાંથી વાહનો કાઢવા પણ લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આજરોજ સ્થાનિકોએ જાતે જ શ્રમદાન કરી કોઝવેમાં પથ્થર નાખી પુરાણ કર્યું હતું ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે, 2005માં બનેલ આ કોઝવે અનેક વાર તૂટ્યો છે છતાં ઉંચો બ્રિજ બન્યો નથી જ્યારે બીજી તરફ ધરમપુર તાલુકાના ધારાસભ્યએ આ કોઝવે પર બ્રિજની મંજૂરી મળી ગઈ હોવાની વાત કરી છે.
શ્રમદાન કરીને ગામ લોકોએ આજરોજ જાતે જ આ કોઝવે ને કામ ચલાઉ પુરાણની કામગીરી પણ કરી
ધરમપુર તાલુકાના નવ જેટલા ગામોની વચ્ચેથી પસાર થતી પાર નદીમાં સાત જેટલા કોઝવે ડુબાણ માં આવેલા છે જે વર્ષોથીઆ કોઝવે ડુબાણમાં જતા હોવાથી ચોમાસામાં 10 થી 15 જેટલા ગામોને અવરજવર કરવા માટે ભારે હાલાકી નો સામનો કરવો પડતો હતો અને ચોમાસા બાદ એ કોઝવે ધોવાઈ જતા ગામ લોકો 20 થી 22 કિલોમીટરનો ચકરાવો કરી ધરમપુર અને વલસાડ આવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે વાત કરીએ તો ધામણી, ટોકરપાડા, મોહનાકાવચાલી, ઢાંકવળ,માની ચીજપાડા, નાંદગાવ, સહિત મહારાષ્ટ્ર બોર્ડર ના જે ગામો છે તે આ મુખ્ય રસ્તાઓ અવરજવર માટે ઉપયોગમાં લે છે, ઢાંકવડ ગામે ધોવાયેલા કોઝવેની રજૂઆત અપક્ષ તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલને ગામ લોકો દ્વારા કરતા ઘટના સ્થળે પહોંચીને ગામ લોકો સાથે જે કોઝવે છે તેમાં શ્રમદાન કરીને ગામ લોકોએ આજરોજ જાતે જ આ કોઝવે ને કામ ચલાઉ પુરાણની કામગીરી પણ કરી હતી.
આ સમસ્યાને કામ ચલાઉ આરએનબી વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે
પાર નદી પર ના કોઝવે પર અવરજવર કરવા માટે તંત્ર અને નેતાઓ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલને આ સમસ્યા બાબતે પૂછતા તેઓનું કહેવું છે કે, સરકારમાં રજૂઆત કર્યા બાદ ડબલ એન્જિનની સરકારે ધરમપુરમાં અનેક વિકાસના કામો કર્યા છે ત્યારે 76 કરોડના ખર્ચે સાત જેટલા ઊંચા બ્રિજ બનાવવાનું પણ હાલ મંજૂરી મળી ગઈ છે અને ઢાંકવળ, ચીચપાડા, માની,મોહનાકાઉચાલી, નાંદગામ,જ્યાં એક જ નદીમાં સાત જેટલા કોઝવે જે છે એ ડુબાણ માં આવે છે જે બ્રિજ હવે મોટા બનશે વરસાદ બાદ એનું કામ શરૂ થશે ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે ત્યારે હાલ જે સમસ્યા છે એ સમસ્યાને કામ ચલાઉ આરએનબી વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.









