વલસાડમાં વરસતા વરસાદમાં નીકળી અંતિમયાત્રા, બારપુડા ગામે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો નહી હોવાથી પાણીમાંથી અંતિમયાત્રા નીકળી હતી, અંતિમવિધિ માટે 2 કિમી ચાલીને જવું પડે છે અને સ્મશાનમાં પાકું મકાન ન હોવાથી પડે છે મુશ્કેલી તો સ્માશાનના લાકડા પલળી જતા ટાયર બાળી અંતિમવિધિ કરાઇ છે.


[[$googlead]]

ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, કપરાડા તાલુકામાં આવેલ છેવાડાનું ગામ કેળધા બારપુડાના મૂળગામના જેમની અંતિમયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી. અને સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ બે કિલોમીટર સુધી ચાલતા જવું પડે છે, લાકોએ અંતિમવિધિ માટે લાકડા અને ટાયર હાથમા લઈ ને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડે છે.

[[$alsoread]]

લોકો છત્રીના સહારે સ્મશાન સુધી પહોંચ્યા હતા

ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકના અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે થયા હતા અને ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકના સૈયા ઉપર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો છે. વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરાતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો, જોકે વરસાદ બંધ થતા તાડપત્રી ઉંચકી લેવામાં આવી હતી, અગાઉ પણ આ વિસ્તારમાં આવા કિસ્સા બન્યા છે.

  • Follow us on: