વલસાડમાં બિસ્માર હાઇવને લઇ લોકોમાં રોષ ફૂટી નીકળ્યો. ધરમપુરથી પસાર થતો નેશનલ હાઇવે-56 બિસ્માર હાલતમાં છે. નેશનલ હાઈવે કે જેનો આજકાલ ઉપયોગ વધ્યો છે. છતાં હાઈવે બિસ્માર હોવાના કારણે વાહનચાલકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. નેશનલ હાઈવે પર જયાં વાહનની અવરજવર વધુ થાય છે. છતાં નેશનલ હાઇવે-56 બિસ્માર હોવાથી કરંજવેરી ગામ નજીક લોકોએ આજે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.
નેશનલ હાઇવે-56 બિસ્માર હાલતમાં
ધરમપુરથી પસાર થતો નેશનલ હાઇવે-56 બિસ્માર હાલતમાં છે. કરંજવેરી ગામના લોકો આ હાઈવેનો વધુ ઉપયોગ કરે છે. હાઈવે બિસ્માર થયા બાદ ગામના લોકો દ્વારા તેને રિપેર કરવાની તંત્રને રજૂઆત કરવામાં આવી. ચોમાસા બાદ તંત્ર દ્વારા હાઈવે રિપેર કરવાની કામગીરી કરી. પરંતુ બિસ્માર માર્ગનું કામ અધુરું રહ્યું. જેના કારણે કરંજવેરી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વારંવાર રજૂઆત બાદ પણ બિસ્માર હાઈવેની કામગીરી પૂર્ણ ના કરાતા આજે નજીક ગામ લોકોએ વિરોધ કરી અધિકારીઓનો હુરિયો બોલાવ્યો.
ગ્રામજનોએ આંદોલનની ચીમકી આપી
જણાવી દઈએ કે રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો સારો વરસાદ પડ્યો. વરસાદી પાણીના કારણે રોડની હાલત ખરાબ થઈ જવા પામી છે. શહેરના અંદરના માર્ગો અને નેશનલ હાઈવે પર પણ ખાડા અને ગાબડા પડયા. હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી લોકો સર્વિસ રોડનો વધુ ઉપયોગ કરવા લાગ્યા. તેના સર્વિસ રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળતી. હાઈવે ઓથોરિટી સારા હાઈવેની સુવિધા પુરી પાડી ના શકતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વલસાડમાં નેશનલ હાઈવે-56ના અધૂરા કામથી ગ્રામજનો ત્રાહિમામ. રસ્તાનું નવીનીકરણ નહી થાય તો આંદોલનની ચિમકી આપી.









