વલસાડના કપરાડા તાલુકા પંચાયતની સભા તોફાની બની. તાલુકા પંચાયતની સભામાં કોંગ્રેસ દ્વારા ગ્રાન્ટ ફાળવણી મુદ્દે ભેદભાવનો આક્ષેપ કરવામાં આવ્યો. સામાન્ય સભામાં કોંગ્રેસી સભ્ય કુંજાલી પટેલે રોટલી સાથે વિરોધ પ્રદર્શન કરતા તાલુકા પંચાયત ચર્ચાનું કેન્દ્ર બની. તાલુકા પંચાયતની સભામાં કોંગ્રેસ નેતાએ ગ્રાન્ટ ફાળવણી મામલે તંત્ર પર નિશાન સાધ્યું. કોંગ્રેસ નેતાઓનો આક્ષેપ છે કે ગ્રાન્ટ ફાળવણીમાં વહાલા..દવાલાની નીતિ અપનાવવામાં આવી રહી છે.
ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવના આક્ષેપ
જો કે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખે કોંગ્રેસ સભ્યના આ તમામ આક્ષેપોને ફગાવતા તેના પાયાવિહોણા ગણાવ્યા. સામાન્ય સભામાં કોંગ્રેસ સભ્યોએ રોટલી વિરોધ પ્રદર્શન કરતા કહ્યું કે અમારી માગ છે કે જેમ એક માતા પોતાના બાળકોને સરખા ભાગે રોટલીની વહેંચણી કરે છે. તેમ રાજ્ય સરકાર પણ એક રોટલીની જેમ ગ્રાન્ટની પણ સરખા ભાગે વહેંચણી કરે. કુંજાલી પટેલે ગ્રાન્ટ ફાળવણી મુદ્દે સામાન્ય સભામાં આક્ષેપ લગાવતા કહ્યું કે તાલુકાના તમામ ગામો સમાનો હોવા છતાં વિકાસના કામો માટે ઇચ્છિત લોકોને જ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
પંચાયત પ્રમુખે આક્ષેપોને ફગાવ્યા
ગ્રાન્ટ ફાળવણીમાં અન્ય લોકોની ઉપેક્ષા કરવામાં આવતા તે વિસ્તારનો વિકાસ પણ અટકે છે. તાલુકા પંચાયતના પ્રમુખે કુંજાલી પટેલના આક્ષેપો ફગાવ્યા. પ્રમુખે કહ્યું કે ગ્રાન્ટ મામલે કોઈ ભેદભાવ થતો નથી અને નિયામાનુસાર કામગીરી થાય છે. સામાન્ય સભામાં આ ઉગ્ર ચર્ચા બાદ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ નેતાના રોટલી સાથેનો અનોખો વિરોધના કારણે કપરાડા તાલુકાની સભા ચર્ચાનું કેન્દ્ર બની.









