લાયસન્સ વિના વેપાર કરતા વેપારીઓને અપાઈ નોટિસ, વેરાવળમાં SOG દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી કરી કાર્યવાહી કરાઈ છે, રેડ દરમિયાન દેશી શુદ્ધ ઘી અને દિવેલનો જથ્થો સાથે મળી આવ્યો છે, ભેળસેળ યુક્ત ઘી વેચાણ કરાતું હોવાની આશંકાએ દરોડા પાડવામાં આવ્યા છે, લાયસન્સ પૂર્ણ થઈ ગયા હોવા છતાં વેપાર કરતાં હોવાનું સામે આવ્યું છે.

[[$googlead]]

પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા

ગીર સોમનાથ જિલ્લા SOGના ઇન્ચાર્જ પીઆઈ N.A. વાઘેલા સહિતનો સ્ટાફ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન નજીક ભેળસેળ વાળું ઘી વેચાતું હોવાની બાતમી મળતા SOG ટીમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સંયુક્ત ટીમ બનાવી હતી અને દુકાનમાં દરોડો પાડ્યો હતો. વેરાવળ શહેરના સિટી પોલીસ સ્ટેશન પાસે આવેલા પાટણ દરવાજા પાસે "વોલ્ગા ઘી ડેપો" નામની દુકાનમાં ટીમે દરોડો પાડ્યો હતો.
  • Follow us on: