કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સરહદની સંત્રીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરી હતી. ભુજના BSF હેડ ક્વાર્ટરમાં દિપાવલી - નુતન વર્ષના પર્વ નિમિત્તે જવાનોનું મીઠું મોઢું કરાવી તેમને ૮૦૦થી વધુ મિઠાઇના બોક્સ આપીને શુભેચ્છા પાઠવી હતી.સાંસદ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી દરેક મોટા પ્રસંગોએ કચ્છની વિવિધ બોર્ડર પર જઇ સરહદના સંત્રીઓ સાથે મળી તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. તેમણે આજે હેડ ક્વાર્ટર ૮૦૦થી વધુ મીઠાઇના બોક્ષ તેમજ રાપર તાલુકાના કુડા બોર્ડર ચેક ઉપર ૨૦૦ મીઠાઇ બોક્ષ મોકલાવ્યા હતા.
સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી કરી
પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી કરી હતી. તેમણે રાપર નજીક કુડા અને બેલા બોર્ડર આઉટપોસ્ટ (BOP)ની મુલાકાત લીધી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની 56મી બટાલિયનના કુડા BOP અને 21મી બટાલિયનના બેલા BOPના જવાનોને મીઠાઈ આપી શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે કુડા BOPના ઇન્સ્પેક્ટર પવન નેગી અને બેલા BOPના ઇન્સ્પેક્ટર માનસારામ પાલ સહિત BSFના જવાનો અને બાલાસર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.









