ગાંધીનગરમાં દિવાળીની અનોખી ઉજવણી થઈ રહી છે. દિવાળી તહેવારને લઈને દેશભરમાં રોનક છે. ગાંધીનગરના પ્રસિદ્ધ મહુડી તિર્થમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળ્યું. મહુડી તીર્થ ખાતે આજે ભક્તો કાળી ચૌદશ તહેવારને લઈને લોકો દર્શન કરવા ઉમટી પડ્યા છે. મહુડી ખાતે આજે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. અને દરેક ઘટંનાદ સાથે હવનમાં આહુત આપવાનું મહત્વ છે. આજે સવારથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા મહુડી તિર્થ પહોંચ્યા છે.. કાળી ચૌદશના દિવસે વહેલી સવારે પ્રક્ષાલ વિધિ કરવામાં આવી. ઘંટાકર્ણ ભગવાન પર વરખ ચઢાવવામાં આવ્યો.
મહુડીનું જાણો મહત્વ
મહત્વનું છે કે મહુડી જૈન મંદિર, કે મહુડી જૈન તીર્થ અથવા મહુડી દેરાસર તરીકે પ્રખ્યાત છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી શહેરમાં આવેલું ખાસ મંદિર છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. મહુડી તીર્થ ખાતે કાળી ચૌદસનું અનેરું મહત્વ હોય છે. દિવાળી તહેવારમાં આવતા કાળી ચૌદશ તહેવારના દિવસે મહુડીમાં ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ મહુડીમાં 108 વાર ઘંટ વગાડાય છે. મહુડી પ્રસાદ તરીકે સુખડી અપાય છે. આ પ્રસાદની ખાસિયત છે કે તે કયારે પણ ઘરે લઈ જવાતો નથી.









