ભારતને વધુ મજબૂત બનાવવા સરકારે આ દિવાળીમાં સ્વદેશી ઉત્પાદન ખરીદવા અપીલ કરી છે. તેનો અમલ અને લાભ પણ બજારમાં જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને ખોળામાં બેસાડી ભારત સાથે જાણે દગો કરી નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઑપરેશન સિંદૂરમાં વપરાયેલા ભારતીય ડિફેન્સના સાધનોના કમાલ બાદ ભારત સરકારે હવે વિરોધી વિદેશી દેશોને સબક શીખવાડવા અને ભારતને મજબૂત કરવા ભારતીય નાગરીકોને આ દિવાળીમાં સ્વદેશી ઉત્પાદનની ખરીદી કરવા અપીલ કરી 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'નું સૂત્ર આપ્યું.


[[$googlead]]

ગ્રાહકો પણ હવે સ્વદેશી ઉત્પાદન તરફ વળ્યા

સંદેશ ન્યુઝ દ્વારા આ સૂત્રનો લોકો કેટલો અમલ કરી રહ્યા છે, તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. જેમાં જોવા મળ્યું કે વેપારી મંડળ પણ સ્વદેશી ચીજ વસ્તુઓ વેચવા અપીલ કરી રહ્યા છે. બીજી તરફ પાલિકા દ્વારા પણ હસ્તકળાના કારીગરો અને ભારતમાં બનતા ઉત્પાદનને પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં ભારતીય બનાવટની ચીજ વસ્તુઓ બનાવનાર અને હસ્તકળાના કારીગરો પોતાના ઉત્પાદન વેચવા આવ્યા અને ગ્રાહકો પણ હવે સ્વદેશી ઉત્પાદન તરફ વળી રહ્યા છે. કારીગરોનું કહેવું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે તેમના વેચાણમાં 50થી 70 ટકાનો વધારો થયો છે.

[[$alsoread]]

  • Follow us on: