સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના મોરથળા ગામની સીમમાં ગેરકાયદે માટી ખનન સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મામલતદારની ટીમે અચાનક દરોડો પાડી ગેરકાયદે ખનનના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી ખનન કામગીરીમાં ઉપયોગમાં લેવાતું એક લોડર અને ત્રણ ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમે અંદાજે રૂ. 25 લાખના મુદ્દામાલ સાથે વાહનો જપ્ત કર્યા હતા. 


[[$googlead]]

ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો

તંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં સક્રિય ગેરકાયદે ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદે ખનન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આવા તત્વો સામે આગામી દિવસોમાં પણ સતત ચેકિંગ અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાને પગલે વિસ્તારમાં ખનન પ્રવૃત્તિઓ પર તંત્રએ વધુ નજર રાખવાની તૈયારી દર્શાવી છે.

  • Follow us on:

[[$alsoread]]