બોટાદમાં ગેરકાયદેસર ઘઉં-ચોખાનો જથ્થો ઝડપાયો છે. ગઢડામાં ગેરકાયદેસર ઘઉં-ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પુરવઠા નાયબ મામલતદારે વાઢાળાચોક વિસ્તારમાં બાતમીના આધારે એક મકાનમાં તપાસ કરી અને તપાસ દરમ્યાન મકાનમાંથી 348 કિલો ઘઉં, 167 કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો રેશનકાર્ડ લાભાર્થીઓ પાસેથી ખરીદ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગેરકાયદેસર ઘઉં-ચોખાનો જથ્થો સીઝ કરીને હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બોટાદની ઘટનાને પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
થોડા દિવસો પહેલા બોટાદમાં ખેડૂત સંમેલન દરમિયાન બનેલી ઘટનાને લઈને ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આગોતરું આયોજન કરી માર્કેટિંગ યાર્ડની હરાજી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.









