જામનગરમાં રોગચાળો ફરી ફાટી નીકળ્યો છે. જામનગરના વોર્ડ નંબર 1માં પાણી જન્ય રોગચાળો સામે આવ્યો આવ્યો છે. શહેરમાં કોલેરાના 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બેડેશ્વર વિસ્તારમાં બે દિવસમાં 48 ઝાડા-ઉલટીના કેસ સામે આવ્યા છે. ઝાડા ઉલટીના કેસોની સાથે 3 કોલેરાગ્રસ્ત કેસ નોંધાયા છે. એકસાથે ઝાડા-ઉલટીના કેસ નોંધાતા અને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં પહોંચતા ડોકટરોમાં દોડધામ મચી ગઈ છે. ત્યારે પાણીજન્ય રોગના કેસો સામે આવતા કોર્પોરેશનનું તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.
ઘરે -ઘરે પાણીના નમૂના લઈ સર્વેની કામગીરી શરુ
પાણીજન્ય રોગચાળા સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની 20 ટીમે હાલમાં ઘરે-ઘરે પાણીના નમૂના લઈને સર્વેની કામગીરી શરુ કરી દીધી છે. હાલ આ વિસ્તારમાં સોલિડ વેસ્ટ, ભૂગર્ભ ગટર શાખાએ સફાઈ કામ, વોટરવર્કસ શાખાએ પાઈપ લાઈન ચેકિંગનું કામકાજ શરૂ કરી દીધું છે. આ સાથે જ આરોગ્યની ટીમ દ્વારા 2,700 ઘરમાં ચેકિંગ કર્યું અને ક્લોરીનેશન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની પાઈપલાઈનો સાથે ગંદા પાણી ઘુસી જવાની ફરિયાદ સ્થાનિકો વહીવટી તંત્રને કરવામાં આવી છે.









