ભારતનો ખેડૂત આમ તો ખેતી પર જ નભતો ખેડૂત છે પરંતુ અત્યારે જણસીઓના ભાવ જોતા ખેડૂતોને ખેતી ઉપરાંત મજૂરી અથવા તો બીજા વ્યવસાય કરવા પડે તો જ પરિવારનું ગુજરાન ચાલે. શિયાળો પૂરો થતાં જ બજારમાં ઘઉંની જણસી આવવાની શરૂ થઈ ગઈ છે. પરંતુ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને ઘઉંના જે ભાવ મળી રહ્યા છે તે ઉપરથી ઘઉંનો પાક ખેતરમાંથી લણવાની ખેડૂતોને ઈચ્છા નથી થઈ રહી કેમ કે ઘઉં લણવાની, ઘઉંના પુરા વાળવાની ત્યારબાદ તેને વાહનમાં ચઢાવ ઉતારની મજૂરી પણ આપવી પડે જે આપવા જાય તો ઘરના પૈસા નાખી ઘઉં વેચવા જાવું પડે તેવા ઘઉંના ભાવ યાર્ડમાં બોલાઈ રહ્યા છે.


[[$googlead]]

ખાતરના પૈસા અને મજૂરી કાઢવી પણ મુશ્કેલ

ઘઉંના ભાવ અંગે યાર્ડમાં ઘઉં વેચવા આવેલા હિમતભાઈ સાવલીયાએ જણાવ્યું કે 2022માં સરકાર એમ કહેતી હતી કે ખેડૂતોને જણસીઓના ભાવ ડબલ મળશે પરંતુ થયું તેનું ઉલ્ટું ભાવ અડધા મળી રહ્યા છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ, મોંઘું ખાતર ડબલ મજૂરી ચૂકવી ઘઉંનો પાક તૈયાર કર્યો અને તેના ભાવ યાર્ડમાં મળી રહ્યા નથી. યાર્ડમાં વેચેલા ઘઉં કોથળામાં પેક થયા બાદ તે જ ઘઉં ખેડૂત લેવા જાય તો તેને 700 રૂપિયામાં મળશે એટલે મણે 300 રૂપિયાની નુકસાની ખેડૂત ભોગવી રહ્યો છે.


[[$alsoread]]

  • Follow us on: