પોરબંદર દરિયાકાંઠે નશીલા પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. કોસ્ટગાર્ડ અને ATSને સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. ગઈકાલે રાત્રે દરિયાઈ સરહદ નજીક IMBL પાસે શંકાસ્પદ હલચલ અંગે માહિતી મળતા તાત્કાલિક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન બે ઈરાની નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના પાસેથી અંદાજે 203 કિલો જેટલો ક્રિસ્ટલાઈન પ્રકારનો નશીલા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.


[[$googlead]]

એજન્સીઓ દ્વારા આરોપીઓની આકરી પૂછપરછ શરૂ

આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયાની હોવાનું માનવામાં આવે છે. ઝડપાયેલા આરોપીઓને વધુ તપાસ માટે પોરબંદર SOG ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે. એજન્સીઓ દ્વારા તેમની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેમાં ડ્રગ્સનો સ્ત્રોત, ગંતવ્ય સ્થળ અને અન્ય સંડોવાયેલા તત્વો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કાર્યવાહીથી દરિયાઈ માર્ગે થતી નશીલા પદાર્થોની હેરાફેરી સામે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બન્યાં છે. સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

[[$alsoread]]

  • Follow us on: