જુનાગઢ જિલ્લામાં સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થતી ગોલમાલનો પર્દાફાશ થયો છે. ખેડૂત અને વેપારીની મિલીભગતથી સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કેવીરીતે ગોલમાલ કરવામાં આવી છે તે ખુલ્લી પડી ગઈ છે અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.


[[$googlead]]

એક ખાતામાં નબળી ગુણવતાની મગફળી ભરાવી આપી

સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં જૂનાગઢ જિલ્લો ભ્રષ્ટાચારનું મથક બની ગયું છે. દર વર્ષે સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં અલગ અલગ તરકીબોથી મોટાપાયે મંડળીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવે છે અને આ વર્ષે પણ આવું જ કંઈક બન્યું છે. ભેસાણના વેપારી અને ખેડૂતની મિલીભગતથી સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું છે. ભેસાણ તાલુકાના ખારચીયા વાંકુના ગામના ખેડૂત વિપુલ વાંક અને વેપારી ધવલ ગોવિંદ ક્યાડા અગાઉ નક્કી કરેલ મુજબ સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ત્રણ ખાતામાં ખેડૂત વિપુલ વાંકની નબળી ગણાવતાની મગફળી ભરાવી આપવા એક ખાતા દીઠ 5,000 આપવાની બંનેની સહમતિ બાદ એક ખાતામાં નબળી ગુણવતાની મગફળી ભરાવી આપી હતી.

પંરતુ મગફળીના ભાવ વધી જતા વેપારી ધવલ ક્યાડાએ અન્ય બે ખાતામાં મગફળી નાખવાની ના પાડતા ખેડૂત અને વેપારી વચ્ચે મન દુઃખ થયું હતું અને ખેડૂત વિપુલ વાંક પોતાના બે ખાતામાં મગફળી ભરાવી આપવા ભેસાણ યાર્ડમાં ગયા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા ખેડૂતે વેપારીને થપ્પડ મારી દેતા ફરિયાદ નોંધાઈ છે.

[[$alsoread]]


  • Follow us on: