જૂનાગઢમાં એક અશ્વમાં આ રોગના લક્ષણો જણાતા તેના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે હિસાર સ્થિત વાયરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા હતા, જેનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. કમનસીબે, જે ઘોડામાં આ રોગની પુષ્ટિ થઈ હતી, તેનું ગત 31 ડિસેમ્બર, 2025ના રોજ મૃત્યુ નીપજ્યું છે. ​ગ્લેન્ડર્સ એ બેક્ટેરિયાથી થતો ગંભીર રોગ છે, જે માત્ર ઘોડાઓ માટે જ નહીં પરંતુ માણસો માટે પણ એટલો જ જોખમી છે. આ એક 'ઝૂનોટિક' રોગ હોવાથી તે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે, જેને ગંભીરતાથી લઈને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.


[[$googlead]]

35 જેટલા ઘોડાઓના લોહીના નમૂના લઈ તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા

આ રોગના મુખ્ય લક્ષણોમાં ઘોડાને સતત તાવ રહેવો, શરદી અને ન્યુમોનિયા જેવી અસર થવી તેમજ શરીરની ત્વચા પર નાની ગાંઠો નીકળવી અને નાકમાંથી લાળ કે રસી પડવાનો સમાવેશ થાય છે. ​આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પશુપાલન વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ અશ્વોનું સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ વિસ્તારના અંદાજે 35 જેટલા ઘોડાઓના લોહીના નમૂના લઈ તપાસ અર્થે મોકલી દેવાયા છે. સાવચેતીના ભાગરૂપે આગામી એક મહિના સુધી જૂનાગઢના આસપાસના વિસ્તારોમાં ઘોડાઓની હેરફેર, વેચાણ કે પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. 

[[$alsoread]]

  • Follow us on: