ગુજરાતમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જૂનાગઢમાં આગની ઘટનાનો બનાવ સામે આવ્યો છે. શહેરના મેગા મોલના ત્રીજા માળે સ્થિત જીમમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી.
ત્રીજા માળે સ્થિત જીમમાં અચાનક આગ ફાટી નીકળી
પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢ શહેરમાં સ્થિત મેગા મોલના ત્રીજા માળે સ્થિત જીમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 1500 લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાન હાની થઈ નહોતી.









