મહેસાણા જિલ્લાના કડીમાં તહેવારો પહેલા જ ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. નાની કડી વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીના રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો છે. ઘીના અલગ અલગ બ્રાન્ડના 880 પાઉચ તથા 3 નંગ ડબ્બા ઝડપી લેવામાં આવ્યા છે. કુલ 440 લીટર અને 45 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો SOGએ ઝડપી પાડ્યો છે.


[[$googlead]]

અલગ અલગ બ્રાન્ડના 880 પાઉચ, 3 નંગ ડબ્બા જપ્ત

જેની કિંમત આશરે 3,11,600 રૂપિયા થાય છે. મહેસાણા SOGએ બાતમીના આધારે રેડ કરીને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાલમાં SOGએ રણછોડભાઈ મણીલાલ પટેલ નામના શખ્સની અટકાયત કરીને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવા મહેસાણા SOG દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSL વિભાગને જાણ કરવામાં આવી છે. આ પહેલા પણ 6 સપ્ટેમ્બરે બનાસકાંઠાના ચંડીસરમાંથી નકલી ઘી ઝડપાયું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 35 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. ગુમર બ્રાન્ડ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 15 કિલોના 124 ટીન જપ્ત કરવામાં આવ્યા હતા. 

[[$alsoread]]

  • Follow us on: