મહેસાણાના કડી તાલુકામાં સેન્ટ્રલ જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. કડીના બજારમાં આવેલી પેઢી ઉપર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. ખજાના ટ્રેડર્સ નામની પેઢી ઉપર જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે. શ્રીદેવી છાપ તંબાકુની ખજાના ટ્રેડર્સ નામની પેઢી છે અને તેની પર GST વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન મોટી સંખ્યામાં કરચોરી બહાર આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જીએસટી વિભાગની રેડ મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે અને હાલમાં પણ તપાસની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે GST વિભાગની કાર્યવાહી બાદ શહેરના અન્ય મોટા વેપારીઓમાં પણ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.


[[$googlead]]

અગાઉ 15 રેડીમેડ ગારમેન્ટના ડીલરના ત્યાં દરોડા પડ્યા હતા

તમને જણાવી દઈએ કે મે મહિનામાં રાજ્યમાં SGST વિભાગે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન મહેસાણા, પાલનપુર અને અમદાવાદના રેડીમેડ ગારમેન્ટનું વેચાણ કરતા 15 ડીલરો પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ વેપારીઓને ત્યાં SGSTની ટીમે દરોડા પાડ્યા હતા. SGSTની ટીમ દ્વારા કાર્યવાહી દરમિયાન 1.48 કરોડ રૂપિયાની કરચોરી સામે આવી હતી. વેપારીઓ મોટાપ્રમાણમાં રોકડના વ્યવહારો કરતા હતા અને ઓછું ટર્નઓવર દર્શાવતા હતા.

[[$alsoread]]


  • Follow us on: