[[$googlead]]
કડી શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને ઘુમટીયાથી કુંડાળ પાટિયા સુધીનો માર્ગ સંપૂર્ણપણે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહનચાલકો માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે.

વાહનચાલકોને ભારે હાલાકી

ખાડાઓના કારણે વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ માર્ગ પરથી પસાર થવું એટલે જીવને જોખમમાં મૂકવા જેવું છે. સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રને આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. લોકોની વારંવારની માગ છે કે સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે, જેથી નાગરિકોને હાલાકીમાંથી મુક્તિ મળે અને સંભવિત અકસ્માતોને ટાળી શકાય.


  • Follow us on: