[[$googlead]]
ભારતીય રેલવેમાં મુસાફરોને સુરક્ષાની સૌથી વધુ મહત્વની ગણવામાં આવતી હોવાથી ટ્રેન અકસ્માત નિવારવા માટે કવચ સુવિધા વડોદરા ડિવિઝનના બાજવાથી અમદાવાદ વચ્ચે 96 કિલોમીટરમાં કાર્યરત કરી દેવામાં આવી છે. કવચ સિસ્ટમ બે ટ્રેનો વચ્ચે નીકળતા શોધી કાઢે છે એક જ લાઈન ઉપર જો કોઈ બીજી તરફ ટ્રેન આવતી હોય ત્યારે ટ્રેનને આપમેળે બ્રેક લાગુ કરે છે તે ઓપરેટર અથવા તો લોકો પાયલોટને ટ્રેનનો કંટ્રોલ લેવા માટે પણ એલર્ટ કરે છે.

માનવીય ભૂલને કારણે થતા રેલ અકસ્માતો ભૂતકાળ બની જશે


પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર આ પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે, 96 કિલોમીટરની આ રેલવે લાઈન પર હવે અકસ્માત થવાની શક્યતા લગભગ નહીવત થશે. કવચ સિસ્ટમને સલામતી અખંડિતતા માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે, કવચને વિશ્વમાં ઉપલબ્ધ સૌથી સસ્તી એટીપી સિસ્ટમ તરીકે પ્રમોટ કરવામાં આવી છે. લોકો પાયલેટ ભૂલ કરે કે રેડ સિગ્નલ પાર કરવાની ના છૂટકે સ્થિતિ આવે તો સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવે છે, એટલે કે તે ટ્રેક સિગ્નલ અને ટ્રેન વચ્ચે સતત સંવાદ સાધે છે. જો એક જ પાટા પર બે ટ્રેનો આવી જાય તેવી સ્થિતિ હોય તો પણ તે જોખમ પણ કવચ ઘટાડી દે છે.

  • Follow us on: