સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને ખેરોજ પંથકમાં આજે સાંજે માવઠું થયું હતું. માવઠાને કારણે ઠંડીમાં વધારો થયો હતો. અચાનક વરસાદ થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં ખેરોજ, આગીયા, ચાંગોદ, બાવળકાંઠીયા, ઉંચી ધનાલ અને મટોડા સહિતના વિસ્તારોમાં આજે સવારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ સાંજે ખેરોજમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.


[[$googlead]]

ઘઉંનું વાવેતર કરવા માંગતા ખેડૂતોની ચિંતા વધી

અચાનક માવઠુ થવાને કારણે ઘઉંનું વાવેતર કરવાની તૈયારી કરતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. હવામાન વિભાગે પણ આ વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. જેના કારણે શિયાળુ પાકના વાવેતરને અસર થઈ શકે છે. હાલ મોટા ભાગના ખેડૂતો બટાટાના વાવેતરમાં લાગી ગયા છે. પરંતુ માવઠાને કારણે શિયાળુ પાક મોડો શરૂ થાય તેવી શક્યતાઓ છે.


[[$alsoread]]

  • Follow us on: