વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે પોલીસે સુરેન્દ્રનગરમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનું નામ પણ સામેલ છે. માહિતી મુજબ, ભાવનગરના વેપારી રાજુ ભમ્મરે કીર્તિ પટેલ અને નયના બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગરના વેપારી રાજુ ભમ્મરે નોંધાવી ફરિયાદ
ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે બંનેએ સોશિયલ મીડિયા મારફતે ફરિયાદી અને તેમના પરિવારની ગંભીર બદનક્ષી કરી હતી તેમજ ધમકીઓ આપી હતી. આ મામલે પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પુરાવાઓના આધારે પોલીસે કીર્તિ પટેલની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપી અંગે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.









