કચ્છ જિલ્લાના માંડવી વિસ્તારમાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોલર બિલ, જમીન અને પાણીના મુદ્દાઓને લઈને ખેડૂતો સરકાર અને સંબંધિત કંપનીઓ સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને અતિશય ઊંચા સોલર બિલ આપવામાં આવી રહ્યા છે, જેમાં કેટલાક કેસમાં 7 વર્ષ માટેના બિલ 10 લાખ રૂપિયા સુધી પહોંચ્યા છે.
ખેડૂતોની શ્રી સરકાર જમીન પરત આપવા માગ
ખેડૂતોનું કહેવું છે કે આટલી મોટી રકમ ભરવી તેમના માટે અસંભવ છે, જેના કારણે તેઓ આર્થિક સંકટમાં મુકાઈ રહ્યા છે. સાથે જ તેઓએ નર્મદાનું પાણી પૂરતું ન મળતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. આ ઉપરાંત, ખેડૂતો સરકાર પાસેથી પોતાની જમીન પરત આપવાની માગ પણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે હેવી વીજ લાઇન પસાર થતી જગ્યાએ ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે, જેના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે અને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.









