કચ્છમાં અનેક વખત પવન ચક્કી તૂટી પડવાના બનાવો સામે આવ્યાં છે. જિલ્લાના નખત્રાણામાં મોટા વાલ્કા ગામે પવન ચક્કીનો પંખો ધરાશાયી થયો હતો. પવન ચક્કીનો પંખો ધડાકાભેર જમીન પર પટકાયો હતો. પંખો પડવાનો ભયજનક અવાજ આવતા જ ગ્રામજનો દોડી ગયા હતાં. અચાનક મોટા ધડાકાનો અવાજ આવતા લોકોમાં ડર ફેલાયો હતો.
પવનચક્કીની પંખો ધડાકાભેર જમીન પર પટકાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છ જિલ્લાના નખત્રાણાના મોટા વાલ્કા ગામમાં પવન ચક્કીનો પંખો અચાનક ધરાશાયી થયો હતો. તોતિંગ પંખો પડવાથી મોટા ધડાકાનો અવાજ આવ્યો હતો. આ અવાજ સાંભળીને આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. ગ્રામજનો પણ અવાજ સાંભળીને ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. કચ્છમાં અનેક વખત પવનચક્કી સળગવાના અને તેના પંખા તૂટવાના બનાવો બની ચૂક્યા છે.









