એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉમરમાં હાર્ટઅટેકથી નિધન થયું છે નાની ઉમરમાં આવતા હાર્ટઅટેક અનેક સવાલો ફિટનેસ રાખનારાને સતાવી રહ્યા છે જો કે આવા અનેક લોકોને લોકો જે ફિટનેસ પર ધ્યાન રાખે છે છતાં હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે નિષ્ણાત તબીબ ઝલક વસાવાડાએ આ મુદે અનેક કારણો રજૂ કર્યા છે.
કાર્ડીઆક એરેસ્ટથી યુવાનના મોતના વધ્યા કિસ્સા
અભિનેત્રી શેફાલી જરીવાલા હોય કે પછી ટેલીવિઝનનો લોકપ્રિય ચહેરો સિદ્ધાર્થ શુકલા જેવા યુવાનોના કાર્ડીઆક એરેસ્ટથી મોત થયા. છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ અનેક વખત સામે આવ્યું છે કે કોઈ શો રૂમમાં સાડીનું વેચાણ કરતાં અચાનક પડી જાય છે તો કોઈ રસ્તા પર ચાલતા અથવા તો ડાન્સ કરતા કાર્ડીઆક એરેસ્ટ આવતા આ લોકોના મોત થયાના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે. યુવાનોમાં આજકાલ કાર્ડિયાક એરેસ્ટના કિસ્સા વધ્યા છે.
કાર્ડીઆક એરેસ્ટ થવાના મુખ્ય કારણો
આજના યુવાનોમાં કાર્ડીઆક એરેસ્ટ આવવાના મુખ્ય કારણોમાં આજની બદલાયેલી જીવનશૈલી હોવાનું આરોગ્ય નિષ્ણાત ઝલક વસાવાડાએ જણાવ્યું. વધુમાં તેમણે થયું કે આ કાર્ડીઆક એરેસ્ટ આવવાનું મુખ્ય કારણ આજની મોર્ડન લાઈફ સ્ટાઈલ જવાબદાર છે. આજે લોકોમાં ખાવા પીવાની આદતમાં ધરખમ બદલાવ આવ્યો છે. સોશિયલ મીડિયામાં વેબસર્ચિંગ અને લેટ નાઈટ ફરવાના ક્રેઝમાં યુવાનોનો સૂવા માટેનો કોઈ નિશ્ચિત સમય નથી. પૂરતી ઉંઘના મળવી એ આજના મોટાભાગના રોગનું કારણ છે. આજે લોકોમાં પૌષ્ટિક આહારના બદલે સ્વાદના ચક્કરમાં જંકફૂડ અને ખુલ્લી લાારીઓમાં મળતા ખોરાક ખાય છે.
- લોકોમાં જોવા મળતો માનસિક તણાવ
- જમવાનું સમયસર ન જમવું
- શરીરને પૂરતો આરામ ના મળવો
- વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવું
- સ્વાદના ચક્કરમાં જંક ફૂડનું સેવન
- ફિટનેસની આડમાં દવાઓનું સેવન કરવું
આવા જોખમ દૂર રહેવા કરો આ ઉપાય
આવા જોખમથી બચવા ખાસ કરીને લોકોએ અત્યારના સમયમાં બીમારીઓથી બચવા હળવી કસરત અવશ્ય કરવી જોઈએ. કસરત કરવાથી આપણા શરીરમાં બ્લડ સરકયુલેશન થાય છે. આ ઉપરાંત યોગ, ધ્યાન અને પ્રાણાયમ જેવા આસન કરવા જોઈએ જેથી માનસિક તણાવમાં રાહત મળે. તેમજ સુંદર દેખાવાના ચક્કરમાં વધારે પડતી સ્કિનને લગતી કોઈ સર્જરીના કરાવી જોઈએ. કારણ કે આ સર્જરી માટે લેવાતી દવાઓ કયારેક ગંભીર આડઅસર પેદા કરે છે. 30 વર્ષ થયા બાદ લોકો નિયમિત પોતાનો મેડિકલ ચેપ કરાવો જોઈએ. તેમ નિષ્ણાત દ્વારા સૂચન કરાયું.









