સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ‘બુલડોઝર રાજનીતિ’ના મુદ્દે રાજકીય નિવેદનો સતત સામે આવી રહ્યા છે. આ સંદર્ભમાં ઈમરાન ખેડાવાલાએ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે અશાંતધારા અને બુલડોઝર જેવી નીતિઓનો જવાબ આપવો જરૂરી બની ગયો છે અને હવે લોકો પાસે તેનો જવાબ આપવા માટે સૌથી મોટું સાધન મત છે.
મંત્રીના બેફામ વાણીવિલાસનો જવાબ આપવાનો સમય
ઈમરાન ખેડાવાલાએ વધુમાં કહ્યું કે કેટલાક મંત્રીઓ દ્વારા કરવામાં આવતા બેફામ વાણીવિલાસનો પણ યોગ્ય જવાબ આપવાનો સમય આવી ગયો છે. તેમણે દાવો કર્યો કે આવા નિવેદનો અને નીતિઓ સામે લોકશાહી રીતે જવાબ આપવો એ જ સાચો માર્ગ છે. તેમણે મતદારોને અપીલ કરી કે તેઓ માત્ર વાતો પર નહીં, પરંતુ વાસ્તવિક સ્થિતિ અને નીતિઓને ધ્યાનમાં રાખીને મતદાન કરે. ખેડાવાલાના જણાવ્યા મુજબ, દરેક મતદારે વિચારવું જોઈએ કે કઈ નીતિઓ સમાજ માટે યોગ્ય છે અને કઈ નથી.









