સાબરમતી નદીમાં તરતી સોલાર પેનાલ લગાવાશે અને પ્રથમ વખત Eco-friendly ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ રહેશે, છત અને જમીનના બદલે નદી પર સોલાર પેનલ બનશે અને અંદાજે 50 કરોડના રોકાણ સાથેનો પ્રોજેક્ટ હશે.
રિવરફ્રન્ટ પર લંડન આઈ સહિતનાં આકર્ષણ હશે
રિવરફ્રન્ટ શહેરીજનો અને બહારથી આવતા લોકો માટે ફરવાનું હોસ્ટ સ્પોટ બની ગયું છે. રિવરફ્રન્ટ પર રિવરક્રૂઝ, વોટર એક્ટિવિટી, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતનાં આકર્ષણો છે. ત્યારે હવે વધુ એક નવું આકર્ષણ ઉમેરાશે. અટલ બ્રિજના પૂર્વ છેડે 45 હજાર સ્ક્વેર મીટરમાં રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટ એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવશે. આ માટે ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ 130 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ એન્ટરટેઈનમેન્ટ હબમાં સ્નો પાર્ક, ફૂડ પ્લાઝા, એમ્ફિ થિયેટર, લંડન આઈ સહિતનાં આકર્ષણ હશે.
વિશાળ ચકડોળ કરાશે ઉભું
ઇનડોર અને આઉટર રાઈડસ અને વિવિધ આકર્ષણ ઉપરાંત એક મહાકાય વિશાળ ચકડોળ ઊભું કરવામાં આવશે.આ ચકડોળ દ્વારા લોકો રિવરફ્રન્ટ અને શહેરનો નજારો માણી શકશે.વિવિધ ગેમ મનોરંજનના સાધનો ઉપરાંત ફૂડ કોર્ટ પણ હશે.આ પ્રોજેક્ટ કંપનીને આરંભમાં 30 વર્ષના ભાડાપટ્ટે અપાશે અને ત્યારબાદ કંપનીની કામગીરી સંતોષકારક જણાશે તો ભાડા પટ્ટાની મુદતમાં વધારો કરવામાં આવશે.ભાડાપેટે દર વર્ષે કંપની દ્વારા AMCને રૂપિયા 45 થી 65 લાખ ભાડુ ચૂકવવામાં આવશે અને તેમાં દર વર્ષે 10% નો વધારો કરાશે. બે વર્ષમાં આ પાર્ક તૈયાર કરવામાં આવશે.









