અમદાવાદમાં નકલી PSIને અસલી પોલીસે ઝડપ્યો છે, નકલી PSI તરુણ બ્રહ્મભટ્ટની પોલીસે કરી ધરપકડ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.નકલી પીએસઆઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી તપાસ અંગે આપી માહિતી અને યુવક પત્નીને અશ્લીલ મેસેજ કરતો હોવાનું પણ સામે આવ્યું છે, પોલીસ સ્ટેશનમાં ફોન કરી તપાસ અંગે વાત કરતો હતો અને પોલીસને શંકા ગઈ કે, આ કોઈ નકલી પીએસઆઈ છે અને તેની તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે, પીએસઆઈ તો નકલી છે.


[[$googlead]]

આરોપી વિરુદ્ધ અગાઉ 4 ગુના નોંધાયા છે

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી પીએસઆઈને લઈ તપાસ કરી મહેસાણામાં તો સામે આવ્યું કે, આવો કોઈ પીએસઆઈજ નથી ત્યારે નકલી PSI સામે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને પોલીસની તપાસમાં પણ એ પણ સામે આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ 4 ગુના નોંધાયા છે. આ નકલી પોલીસે કયાં કયાં તોડ કર્યા છે તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે.


[[$alsoread]]

  • Follow us on: