ગૌચરમાં દબાણ કરી 700 મીટર લાંબો RCC રસ્તો બનાવ્યો છે, ભૂમાફિયાઓએ નર્મદા નહેર પર જ પુલ બાંધ્યો છે અને ગૌચર જમીન દબાવી ભૂમાફિયાઓએ રોડ બનાવ્યો છે, તંત્રની રહેમનજર હેઠળ ભૂમાફિયાઓએ બનાવ્યો બ્રિજ અને 2018માં નર્મદા નહેર ઉપર ગેરકાયદે પુલ બનાવ્યો હતો.
અનેક રજૂઆતો છતાં ભૂમાફિયાઓ સામે તંત્ર નતમસ્તક
ગેરકાયદે પુલ-રસ્તો બનાવી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડયું છે અને નર્મદા નિગમના અધિકારીઓ બ્રિજ તોડવા પહોંચ્યા હતા, અધિકારીઓ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના લોકોએ હોબાળો કર્યો હતો અને હોબાળાના પગલે કાર્યવાહી અટકી હતી, તો અધિકારીનું કહેવું છે કે, આગામી સમયમાં બંદોબસ્ત સાથે કાર્યવાહી થશે અને આજે પુલનું બાંધકામ તોડાશે નહી.









