સામાન્ય, તત્કાળ પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ ઓનલાઇન મળશે અને એપોઇન્ટમેન્ટ પાસપોર્ટ સેવા વેબ પોર્ટલ પર ઓનલાઇન મળશે અને જૂની તારીખનો ઉપયોગ ન કરી શક્યા હોય તેને પણ તક મળશે અને અરજદારો એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શકશે. અમદાવાદ શહેરના રિજનલ પાસપોર્ટ કેન્દ્ર દ્વારા પાસપોર્ટ અરજદારો માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. 1 જાન્યુઆરી, 2026થી પાસપોર્ટ સંબંધિત પૂછપરછ તથા દસ્તાવેજો જમા કરવાની પ્રક્રિયામાં નવી વ્યવસ્થા અમલમાં આવી છે.


[[$googlead]]

ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ થઈ શકશે

આ સિવાય પાસપોર્ટ અરજદારોને દર સોમવાર અને બુધવાર (રજાના દિવસો સિવાય) સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, કોઈપણ પ્રિ પ્લાન ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ કરવા અથવા દસ્તાવેજો જમા કરવા માટે કાર્યાલયમાં આવવાની છૂટ આપવામાં આવી છે. જેથી અરજદારોને સરળતા રહેશે.


[[$alsoread]]

આ પણ વાંચો : Gandhinagar News : વર્ષ 2023, 2024 અને 2025માં એમ સળંગ ત્રણ વર્ષ ગુજરાતના ટેબ્લો આ શ્રેણીમાં મેળવ્યા છે પ્રથમ પુરસ્કાર


  • Follow us on: