જયપુર, જોધપુર, ઉદેપુર, બીકાનેરની ટ્રેનો ફુલ છે અને મોટાભાગની ટ્રેનોમાં સ્લીપર, એસી ક્લાસ હાઉસફૂલ છે, સાબરમતી રેલવે સ્ટેશને વધારાના કાઉન્ટર શરુ કરાયા છે. ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ જ સારા સમાચાર છે. ભારતીય રેલ મંત્રાલયે ગુજરાત અને રાજસ્થાનને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે.


[[$googlead]]

આ અઠવાડિયે બે વંદે ભારત ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવશે

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, નવી ઉદયપુર-અસારવા વંદે ભારત ટ્રેનની શરૂઆત સાથે ભારતીય રેલ્વેએ બે હાલની વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પશ્ચિમ રેલ્વે અનુસાર, ટ્રેન નં. 20981/82 (ઉદયપુર શહેર-આગ્રા કેન્ટ-ઉદયપુર શહેર) વંદે ભારત એક્સપ્રેસ 15 ફેબ્રુઆરી, 2026 થી બંધ કરવામાં આવશે અને ટ્રેન નં. 20979/80 (ઉદયપુર શહેર-જયપુર-ઉદયપુર શહેર) વંદે ભારત એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2026 થી બંધ કરવામાં આવશે.


[[$alsoread]]

આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતના નગરપાલિકા વિસ્તારોમાં અમૃત 2.0 હેઠળ રાજયના શહેરી વિસ્તારોમાં ₹117.56 કરોડના ખર્ચે 131 બગીચાઓ વિકસિત થઈ રહ્યાં છે



  • Follow us on: