આણંદ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે, જેમાં ખાસ કરીને ખંભાત પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ભારે વરસાદના કારણે શહેરના સરદાર ટાવરથી મોચીવાડ સુધીના મુખ્ય માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વાહનો પાણીમાં ફસાઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.


[[$googlead]]

આણંદના ખેડૂતોમાં ખુશીની લહેર

બીજી તરફ, આ ધોધમાર વરસાદથી આણંદના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં આગામી પાક માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું હોવાથી ખેડૂતોએ સંતોષની લાગણી વ્યક્ત કરી છે. જોકે, શહેરી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી છે, છતાં સમગ્ર જિલ્લા માટે આ વરસાદ એકંદરે રાહત અને સમૃદ્ધિના સંકેત સમાન સાબિત થયો છે.


[[$alsoread]]
  • Follow us on: