રાજ્યના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મુક્યો છે.ત્રણ દિવસીય આ મહોત્સવમાં ભક્તો એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઇ શકશે, વિશ્વવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી એ ભાદરવી પૂનમનો મહામેળો સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે.
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે
સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન અનુસાર અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠોનું નિર્માણ કરાયું છે. સમગ્ર દેશ અને વિશ્વમાં આવેલા 51 શક્તિપીઠોના પ્રતિકૃતિ સમાન તમામ મંદિરોનું ગબ્બર ફરતે નિર્માણ કરાયું છે. અને દર વર્ષે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા આ શક્તિપીઠોના દર્શન માટે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે આજે વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આજે પાલખી યાત્રા સાથે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે
આ મહોત્સવ ત્રણ દિવસીય એટલે કે 1 ફેબ્રુઆરી સુધી યોજાશે.આ ત્રણ દિવસીય મહોત્સવમાં માત્ર બનાસકાંઠા કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લાખો ભક્તો અંબાજી ગબ્બર ખાતે પહોંચશે અને એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો મેળવશે. મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક વર્ષથી અંબાજીમાં ભાદરવી પૂનમની સાથે સાથે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પણ આયોજન કરાય છે. જેમાં ગત વર્ષે અંદાજિત 4 થી 5 લાખ લોકો શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત અંબાજી પહોંચ્યા હતા.અને 51 શક્તિપીઠ દર્શનનો લાભો લીધો હતો ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તો ત્રણ દિવસમાં અહીં પહોંચશે અને 51 શક્તિપીઠ પરિક્રમાનો લાવો લેશે તેને લઈ બનાસકાંઠા વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોની કોઈપણ જાતની અગવડતા ન પડે તેને લઇ પરિક્રમા પથ પર ચા- પાણી નાસ્તા સહિત આરામની સુવિધાઓનું આયોજન કરાયું છે.









