મહોત્સવને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર પ્રશાસન દ્વારા વિશેષ અને સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોની સુવિધા માટે દર્શન વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ તથા ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ આયોજન કરાયું છે. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.


[[$googlead]]

ગઈકાલે માતાજીને રૂ.43,51,000 સુવર્ણમય અને રત્નોજડિત મુગટ અર્પણ કરાયો

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મિહિર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જય ભોલેગ્રુપના દિપેશ પટેલ દ્વારા મંદિર ટ્રસ્ટને દિવ્ય અને ભવ્ય સોનાનો મુગુટ ભેટ ધરવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજી કરોડો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 51 શકિતપીઠ પૈકી હદયસ્થ શક્તિપીઠ તરીકે સુપ્રસિદ્ધ છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા સૂચવ્યા મુજબ માતાજીના શૃંગાર માટે સુવર્ણજડીત મુગુટનો શાસ્ત્રોક્ત અને વેદોક્ત રીતે અભ્યાસ કરવામાં આવેલ. ભારતીય સંસ્કૃતિની ધરોહરયુક્ત ગાથા સમગ્ર વિશ્વમાં આપણને સૌને ગૌરવ પ્રાપ્ત કરાવે છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Valsadના ધરમપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ખાણ મામલતદારના દરોડા, જુઓ Video



  • Follow us on: