બનાસકાંઠાના અંબાજીમાં અંબાજી વિકાસ પ્રોજેકટને લઈ વેપારીઓ સામે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અંબાજીના ખોડીવલી સર્કલ નજીક એકત્રિત થયા દબાણદારો અને અંબાજીના બજારો બંધ રખાયા બાદ ખોડીવલી સર્કલ નજીક એકત્રિત થયા પીડિતો, ખોડીવલી સર્કલ ખાતે બેઠક બાદ હવે દાંતા રવાના થશે પીડિતો અને આક્રોશ સાથે એકત્રિત થયેલા લોકો દાંતા મામલદાર કચેરીએ પહોંચી પાઠવશે આવેદન, ન્યાય નહીં મળે તો વેપારીઓ લડી લેવાના મૂડમાં છે.
અસરગ્રસ્તોના સમર્થનમાં ઉતર્યા વેપારીઓ
આ નિર્ણયના પગલે, દબાણ પીડિતોના સમર્થનમાં અંબાજીના અન્ય વેપારીઓ પણ ઉતરી આવ્યા હતા. આજે વહેલી સવારથી જ અંબાજીના મુખ્ય બજારો અને આસપાસના વિસ્તારોમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને ઝુંબેશ સામે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. બજારો બંધ રહેતા યાત્રાધામની રોનક પર અસર જોવા મળી હતી.વેપારીઓની માંગ છે કે વિકાસ જરૂરી છે, પરંતુ દબાણ હટાવવાની કાર્યવાહીમાં જેમને અન્યાય થયો છે અને જેમનો રોજગાર છીનવાયો છે, તેમને યોગ્ય વળતર અથવા પુનર્વસનની વ્યવસ્થા આપવામાં આવે.









